Smart city Mission was launched by Prime Minister Shri Narendra Modi on 25 June, 2015. Surat city was selected among 100 cities to be developed as smart city in India due to various achievements, initiatives and all inclusive approach. Accordingly Surat city had submitted “Smart City Proposal” (SCP) for Surat City in the given format on 15 December, 2015 to Ministry of Urban Development, Government of India with required consent of Government of Gujarat and statutory authority of Surat Municipal Corporation. Till deadline for submission total 97 cities had submitted their smart city proposal to Government of India. As per the already given plan, 20 cities were to be selected in round-1 (current year) on merit of their submitted proposal. Government of India had constituted 3 teams with expert members of World Bank, ADB and other independent members for evaluation and marking of all the submitted smart city proposals from 97 smart cities and to select final list of top 20 cities based on marking.
On 28 January, Shri M.Venkaiah Naidu, Minister of Urban Development Government of India announced the much awaited 20 winners of the Smart City Challenge competition for round-1 in current financial year at a press conference. It is a matter of pride for citizens of Surat that our city is selected among 20 winning cities at Rank No.4.
Shri M.Venkaiah Naidu said that the winners were from 11 States and the Union Territory of Delhi and the selection was totally objective and transparent based on standardized processes. Shri Naidu further said that Smart City Mission marks a paradigm shift towards urban development in the country since it is based on ‘bottom up’ approach with the involvement of citizens in formulation of city vision and smart city plans and the Urban Local Bodies and State Governments piloting the mission with little say for the Ministry of Urban Development. He also observed that it was for the first time in the country and even in the world that investments in urban sector are being made based on competition based selection of cities. Informing that 1.52 crore citizens participated in shaping smart city plans of 97 cities and towns in the first round of competition, Shri Naidu said that this enthusiastic participation of people is a major positive outcome.
Citizens Engagement is the base of four pillars of institutional, physical, social and economic infrastructure for comprehensive development as per Smart City Mission guidelines and therefore Citizens Engagement tool is extensively used to know the suggestions / feedback from citizens by various online & offline methods like – Stakeholders consultation meetings with Elected representatives, Press media, different industrial, trade & commerce associations, doctors, engineers, architects and NGOs, Ward level meetings with citizens, Essay & Drawing competition for students and citizens, Techno fair for informing citizens about possible smart solutions, Citizens Poll on myGov and SMC’s website and seminars / webinars on different subjects etc.
Based on Citizens Poll for Pan City initiatives, ICT based Transport-Connectivity smart solutions are finalized in Smart City Proposal, which will be implemented in entire area of Surat city. Based on suggestions/ feedback received during Citizens Engagement, “Retrofitting” is selected out of the three options given for area development. After screening of all the possible options, area measuring 2167 acres (8.77 Sq.km) of 7 T.P. schemes in the Anjana, Umarwada, Magob, Dumbhal & Parvat located in East & South-East zone of city is selected for retrofitting in Smart City Proposal. Present population of this area is about 5 Lacs apart from about 1 Lac floating population. Significance of this area can be judged from the fact that about 10% population of city resides in the selected 3% area which contributes to about 16% of economy of city. Selected area is having many commercial and industrial units based on textile sector which acts as a catalyst for greater job opportunities.
For retrofitting of area development, many smart solutions in sectors of water supply, sewerage, solid waste management, water recharging, renewable energy, street lighting, Town planning & development, Economic development including essential Smart City Solutions. Total implementation period for smart city plan is 5 years starting from financial year 2016-17. As per guideline of Smart city Mission, Special Purpose Vehicle (SPV) will be created for implementation of Smart city projects.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રપ જુન, ર૦૧પ ના રોજ સ્માર્ટ સીટી મીશનની યોજના જાહેર કરી ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલ કુલ ૧૦૦ શહેરો પૈકી સુરત શહેરનો સમાવેશ અત્યાર સુધીમાં શહેરના વિકાસ માટે કરવામાં આવેલ નોંધનીય કામગીરીના કારણે થયેલ હતો. ત્યારબાદ સ્માર્ટ સીટી મિશનના બીજા તબકકાની સ્પર્ધા માટે૧૦૦ શહેરો પૈકી પ્રથમ વર્ષમાં અમલીકરણ માટે ર૦ શહેરોની પ્રથમ યાદીમાં સામેલ થવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર માટેસ્માર્ટ સીટી પ્રપોઝલ તૈયાર કરીને રાજય સરકાર મારફતે કેન્દ્ર સરકારમાંતા. ૧પ-૧ર-ર૦૧પ ના રોજ સબમીટ કરવામાં આવેલહતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સબમીટ થયેલ ૯૭ સ્માર્ટ સીટી પ્રપોઝલની ઝીણવટપૂર્વક ચકાસણી કરીને નિર્ધારીત માપદંડમુજબ મુલ્યાંકન કરવા માટેઉચ્ચસ્તરીય નિષ્ણાંત સભ્યોની ત્રણ (૩) ટીમ બનાવી હતી. જેના દ્વારા સ્માર્ટ સીટી પ્રપોઝલના તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ પ્રથમ ર૦ શહેરો પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.
ર૮ જાન્યુઆરી ર૦૧૬ ના રોજ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી વૈકંયા નાયડુ દ્વારા કુલ ૧૦૦ સુચિત શહેરોની યાદી પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલ ર૦ શહેરના નામ જાહેર કરેલ હતાં. આ યાદીમાં સુરત શહેરનું નામ ચોથા ક્રમે છે.
સુરત શહેરના નાગરિકો માટે આ ખુબ જ ગર્વ અને આનંદના સમાચાર છે.હવે સ્માર્ટ સીટી પ્રોજેકટના અમલીકરણની આગળની કામગીરી કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના માર્ગદર્શન મુજબ હાથ ધરવાનું આયોજન છે. જેમાં મુખ્યત્વે સુચિત સ્માર્ટ સીટી પ્રોજેકટનો ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાનું તેમજ પ્રોજેકટના અમલીકરણ માટે સ્માર્ટ સીટી મિશનની ગાઇડલાઇન મુજબ સ્પેશીયલ પર્પઝ વ્હીકલ (SPV) એટલે કે સ્વાયત કંપનીની રચના કરીને આગળની કામગીરી વર્ષ ર૦૧૬-૧૭ થી શરૂ કરવાનું આયોજન છે.
સ્માર્ટ સીટીના વિકાસના મુખ્યત્વે કુલ ૪ માળખાકીય સ્તંભ છે. સંસ્થાકીય, ભેોતિક, સામજિક તથા આર્થિક સુવિધાઓ જે શહેરના નાગરિકો સાથેના સંપર્ક/ પરામર્શના પાયા પર અવલંબે છે. સ્માર્ટ સીટી મિશન અંતર્ગત આ તમામ નાગરિક સુવિધાઓને અધ્યતન તકનીકી માઘ્યમથી સરળ, ઝડપી અને પારદર્શી બનાવીને નાગરિકોનું જીવન ધોરણ ઉચું લાવીને તેમજ સ્માર્ટ સીટીના અમલીકરણથી આવનારી તકોનો લાભ લઇ શહેરની વધુ આર્થિક ઉન્નતિ કરીને નોકરીની નવી તકો ઉભી કરીને શહેરોનો સવર્ાંગી વિકાસ સાંધવાની એક પહેલ છે.
સ્માર્ટ સીટી અંતર્ગત મુખ્યત્વે અધ્યતન ટેકનોલોજીના સમન્વયથી શહેરના દરેક નાગરિકને ઉચ્ચકક્ષાના જીવન માટે જરૂરી સસ્તા રહેણાંક મકાનો, સસ્તી અને કાર્યક્ષમ ભેોતિક, સામાજીક અને વહીવટીમાળખાકીય સુવિધાઓ જેવી કે પૂરતો અને ઉત્તમ પાણી પુરવઠો, સ્વચ્છતા, ર૪ કલાક વિજળી પુરવઠો, સ્વચ્છ વાતાવરણ, ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા, સસ્તી અને કાર્યક્ષમ આરોગ્ય જાળવણી વ્યવસ્થા, ભરોસાપાત્ર સુરક્ષા, મનોરંજન, ખેલકુદ, ઝડપી અને કાર્યક્ષમ શહેરી પરિવહન વ્યવસ્થા સંતોષકારક રીતે પુરી પાડી અને આ તમામ માટે જરૂરી ICT(માહિતી સંચાર તકનીક) દ્વારા સંચાલનનો સમાવેશ થાય છે.
સ્માર્ટ સીટી મિશનની ગાઇડલાઇન મુજબ ''સીટીઝન એન્ગેજમેન્ટ'' એટલે કે ''નાગરિક સંપર્ક'' સંસ્થાકીય, ભેોતિક, સામાજિક તથા આર્થિક માળખાકીય સુવિધાના ચાર સ્તંભોના પાયારૂપ છે અને તેથી જ નાગરિકોના બહુમુલ્ય સૂચનો/ અભિપ્રાયો મેળવવા વિવિધ ઓનલાઇન તથા ઓફલાઇન પ્રવૃતિઓ જેવી કે ચૂંટાયેલ પાંખ, પ્રેસ મિડિયા, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ, ટ્રેડ તથા કોમર્સ એસોશિયેસનો, ડોકટર્સ, એન્જિનીયર્સ, આર્કિટેકટસ તથા એન.જી.ઓ. / નાગરિકો સાથે કન્સલટેશન, વોર્ડ લેવલે મિટિંગ્સ, નાગરિકો તથા વિધ્યાર્થીઓ માટે નિબંધ તથા ચિત્ર સ્પર્ધા, નાગરિકોને સ્માર્ટ સોલ્યુશનો વિશે માહિતગાર કરવા ટેકનોફેરનું આયોજન, સુરત મહાનગરપાલિકા તથા mygov ની વેબસાઇટ તેમજ સોશીયલ નેટર્વકીંગ વેબસાઇટ જેવી કે ફેસબુક, ટૂવીટર, ઇન્સ્ટ્રાગ્રામ લીન્કડઇન પર નાગરિકોના મત/અભિપ્રાય મેળવવા, તથા વિવિધ વિષયો પર વેબીનાર/ સેમિનાર વિગેરે યોજવા જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી.
ઉપરોકત જણાવેલ તમામ સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેશન તેમજ સીટીઝન એન્ગેઝમેન્ટમાં નાગરિકો દ્વારા આપવામાં આવેલ મહત્તમ સુચનો મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર માટે સ્માર્ટ સીટી પ્રપોઝલ તૈયાર કરવામાં આવેલ છે.સ્માર્ટ સીટી મિશનની ગાઇડ લાઇન મુજબ સુચિત કામગીરીના મુખ્યત્વે બે ભાગ છે. (૧) સમગ્ર વિસ્તાર એટલે કે Pan City માટે ICT બેઇઝડ સ્માર્ટ સોલ્યુશન તથા (ર) શહેરમાં પસંદ કરેલ કોઇ એક વિસ્તારમાં દાખલારૂપ કરવાજોગ કામગીરી. સ્માર્ટ સીટી ગાઇડ લાઇન પ્રમાણે સુરત શહેરના નાગરિકોના મહત્તમ અભિપ્રાય/ સુચનો મુજબ સમગ્ર સુરત શહેર માટે (Pan City) ''ટ્રાન્સર્પોટેશન-કેનેકટીવીટી'' વિષયના સ્માર્ટ સોલ્યુશનસ તેમજ સુરત શહેરના સાઉથ ઇસ્ટ તેમજ ઇસ્ટ ઝોનના ટી.પી.-૭ (આંજણા), ટી.પી.-૮ (ઉમરવાડા), ટી.પી.-૧૯ (પરવત-મગોબ), ટી.પી.-૩૩ (ડુંભાલ), ટી.પી.-૩૪(મગોબ-ડુંભાલ), ટી.પી.-પ૩ (મગોબ-ડુંભાલ) તથા ટી.પી.-૬૪ (ડુંભાલ-મગોબ)ના રહેણાંક ઉપરાંત એોધૌગિક-કોમર્શીયલ મહત્વ ધરાવતા વિસ્તારમાં સ્માર્ટ સીટી ગાઇડલાઇન અન્વયે ઉપલબ્ધ ત્રણ વિકલ્પ (૧) Retrofitting (ર) Redevelopment (૩) Green Field development પૈકી Retrofitting એટલેકે હયાત વ્યવસ્થાને અધ્યતન ટેકનોલોજી થકી સ્માર્ટ સોલ્યુશન દ્વારા નાગરિકો માટે વધુ કાર્યક્ષમ અને ઉચ્ચતર પરિણામલક્ષી બનાવવાની કામગીરી નો વિકલ્પ પસંદ કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં અંદાજીત હાલની વસ્તી પ લાખ છે.
આ વિસ્તારની મહત્તાનું અનુમાન એ હકીકતના આધારે નકકી કરી શકાય કે શહેરની કુલ વસ્તીના અંદાજે ૧૦% વસ્તી આ વિસ્તાર કે જે શહેરનો કુલ વિસ્તારનો અંદાજે ૩% વિસ્તાર છે, તેમાં રહે છે, જે શહેરના આર્થિક વિકાસનો અંદાજે ૧૬% જેટલો ભાગ ધરાવે છે. પસંદ કરેલ વિસ્તાર ટેક્ષટાઇલ સેકટરને લગતા ઘણાં નાના-મોટા કર્મશિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ એકમો ધરાવતું હોય, વધુ રોજગારની ઉભી તકો ધરાવે છે. એરિયા ડેવલપમેન્ટના Retrofitting માટે પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર રીચાર્જીંગ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સ્ટ્રીટ લાઇટીંગ, ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં અત્યંત જરૂરી એવા સ્માર્ટ સીટી સોલ્યુશનો સિવાયના બીજા ઘણાં સ્માર્ટ સોલ્યુશનોનો સમાવેશ કરેલ છે. સ્માર્ટ સીટી પ્રોજેકટનું પાંચ વર્ષના સમયગાળામાં અમલીકરણ કરવાનું આયોજન છે.